About Me

મારુ નામ ગિરીશ શાહ છે અને હું આટોમોબાઇલ પાર્ટસ manufacturer છું .

હું એક મેકેનિકલ એંજીનિયર અને પ્રોડક્ટ ડિજાઇનર પણ છું.

પ્રોડક્ટ ડિજાઇન ની કારકિર્દી ની શરૂઆત માં જ મારે ડાઇ અને ડાઇ મેકર સાથે પનારો પડ્યો .પાર્ટસ ની ડિજાઇન બનાવવી અને ડાઇ મેકર પાસે થી ડાઇ બનવડાવી લેવી એ કંપનીએ સોંપેલી મારી જવાબદારી હતી . આ કારણે મને ડાઇ ડિજાઇન અને ડાઇ મેકિંગ માં રસ પડ્યો . આ બંને વિષયો મારા mechanical engineering અને product design વાળા બેકગ્રાઉંડ માટે અનુકૂળ પણ હતા .

1994 માં નોકરી છોડ્યા પછી મે મારા ગામમાં જ વાટ વાળો સ્ટવ (wick stove) બનાવવાનો કારખાનો શરૂ કર્યો . ત્યારે મને સી આર સી શીટ , પાવર પ્રેસ, જુદા જુદા પ્રેસ ઓપરેશન, પ્રેસ ની ડાઇઓ વિગેરે ની વધુ નિકટ જવાનો મોકો મળ્યો . ડાઇ વિષેની એક અંગ્રેજી પુસ્તક લઈ આવ્યો ; થોડુંક લોઢું લઈ આવ્યો અને અમુક ટૂલ્સ લઈ આવ્યો . લેથ મશીન અને ડ્રિલ મશીન તો મારી પાસે હતાજ . જેટલી માહિતી અને અનુભવ હતો તેનાં આધારે ડાઇ બનાવવાના અને ડાઇ નું મેન્ટેનન્સ કરવાના પ્રયત્નો કરવા માંડ્યો .

મારા નાના ગામમાં કોઈ ડાઇ મેકર ન્હોતો કે કોઈ ડાઇ નો જાણકાર હતો . બસ પુસ્તક વાંચી , પ્રયોગો કરી ડાઇ બનાવવાના પ્રયત્નો કરતો રહ્યો . શરૂઆત માં ઘણી મથામણ કરવી પડી ; નુકસાન સહન કરવું પડ્યું ; ભૂલો કરી . ફાઇલ થી ઘસી ઘસી ડાઇઓ બનાવી . અમુક ડાઇઓ વ્યવસ્થિત રીતે બની તો જુસ્સો વધ્યો .

મને લાગે છે કે એક એંજીનિયર અને ડિજાઇનર તરીકે વિચાર કરવાની આવડત અને અંગેજી ભાષા પર સારી પકડ ના કારણે કોઈ ગુરુ વગર હું ડાઇ ડિજાઇન અને ડાઇ મેકિંગ શીખી શક્યો . જો કે મે ITI માં થી કોઈ ટ્રેનિંગ નથી લીધી એટલે મશીન operate કરવાની આવડત નથી . એટલે ડાઇ મેકિંગ કરતાં ડાઇ ડિજાઇન માં મને વધુ ફાવટ છે .

આટલા વર્ષો ના કારકિર્દી માં મારી ડાઇઓ મેં જાતેજ બનાવી છે. અમુક ડાઇઓ ઘરાકો માટે પણ બનાવી છે . આશરે 400 થી વધુ ડાઇઓ અત્યાર સુધી બનાવી છે જેમાં blanking die, piercing die, draw die, compound die, combination die, embossing die, forming die , bending die, trimming die, assembly die, horn die, hand press die, shearing die, progressive die નો સમાવેશ છે .

નવરાશ ની પળો માં પુસ્તકો વાંચવી , ગાયન કરવું , નવું કશુંક શીખવું , પેંટિંગ કરવું અને ‘Quora’ પર અંગ્રેજી , હિન્દી , મરાઠી , ગુજરાતી માં લખવું મને ગમે છે .

બંને છોકરાઓ અમેરિકા ખાતે research scientist છે . તેઓ મારા બીજનેસ માં જોડવાના નથી . એટલે આવનાર 2-3 વર્ષો માં હું નિવૃત થઈ જઈશ. એટલે વિચાર્યું કે ડાઇ ડિજાઇન નું જ્ઞાન અને અનુભવ છે , લખવામાં ફાવટ છે તો ડાઇ ડિજાઇન વિષે એક બ્લોગ બનાવવો.

બ્લોગ નો પ્રમુખ ઉદ્દેશ્ય છે ડાઇ ડિજાઇન શીખવાની ઈચ્છા ધરાવનારાઓ ને મદદરૂપ થાય એવી વાંચન સામગ્રી પ્રસ્તુત કરવી .

ડાઇ ડિજાઇન શીખવા માટે ઉપયોગી એવી માહિતી માટે બ્લોગ વિઝિટ કરવા આપ સહુને મારુ આમંત્રણ છે . લાભ જરૂરથી લેશો .

Email: stampingdesignblog@gmail.com